ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 12

(100)
  • 3k
  • 21
  • 1.3k

આમ ને આમ રાત પડી અને બમ્પો લપાતો-છુપાતો ડૉક્ટર પાસે આવ્યો. તેણે ડૉક્ટરને કહ્યું, “ભલા જાદુગર, હું રાજકુમાર છું પણ ખુશ રહી શકતો નથી. તેનું એક કારણ છે. વર્ષો પહેલાં મેં ‘સ્લીપિંગ બ્યુટી’ વિશે વાંચ્યું હતું અને હું તેની શોધમાં નીકળ્યો હતો. (સ્લીપિંગ બ્યુટી - ફેરીટેલમાં આવતી એક સુંદર યુવતી જે સો વર્ષ સુધી સૂતી રહે છે અને કોઈ રાજકુમાર તેને ચૂમે ત્યારે જાગી જાય છે.) દુનિયાની ઘણી બધી જગ્યાએ હું ફર્યો અને એક દિવસ મને તે મળી ગઈ. પુસ્તકમાં લખ્યું છે તેમ તે આરામથી સૂઈ રહી હતી. મેં તેના હોઠ હળવેકથી ચૂમી લીધા. તે જાગી પણ ગઈ, પરંતુ મારી સામે જોઈને ડરી ગઈ. તે બોલી...