જયારે પણ મારે “About Yourself”માં લખવાનું થાય છે ત્યારે તેમાં શું લખવું એ બાબતે મૂંઝવણ થાય છે. હા, માણસ પોતે પોતાના વિશે સારું સારું લખે તો દુનિયા તેને આત્મશ્લાઘા ગણે છે અને પોતાના વિશે ખરાબ તો કેમ લખવું વળી, માણસ કેવી રીતે લેખક બન્યો, તેણે કેટલો સંઘર્ષ કર્યો અને નથી કર્યો તો શા માટે નથી કર્યો એ વિશે જાણવામાં લોકોને ત્યાં સુધી રસ નથી હોતો જ્યાં સુધી તે માણસ મોટો સેલિબ્રેટી ન બની જાય ! છતાં, હું એટલું તો કહીશ જ કે અમોલ પ્રકાશને પ્રકાશિત કરેલા મારા પુસ્તકો (“માનવતાનું મેઘધનુષ” અને “તિમિરાન્ત” - ૨૯ અને ૩૩ વાર્તાઓ ધરાવતા સુંદર વાર્તાસંગ્રહો, “કારસો” - રોમાંચથી ભરપૂર થ્રિલર નવલકથા, “Shift Delete” - બાળઉછેરની અદ્ભુત ચાવીઓ પીરસતું ગુજરાતી પુસ્તક) તેમજ માતૃભારતી પરની તમામ રચનાઓ અનેક લોકોએ વાંચી અને વખાણી છે. આપ પણ તે વાંચજો અને મારું લખાણ કેવું લાગ્યું છે તે વિશેનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો....

    • (148)
    • 5.3k
    • (99)
    • 3.8k
    • (101)
    • 4.8k
    • (114)
    • 4.6k
    • (111)
    • 4.5k
    • (122)
    • 5.3k
    • (112)
    • 5.9k
    • (122)
    • 5.5k
    • (108)
    • 5.1k
    • (122)
    • 4.5k