પારેવડું ( દીકરી વહલનો દરિયો )

(25)
  • 3.2k
  • 14
  • 661

લગભગ સવારના સાત વાગ્યા હશે ! કુકડો કુકડે કુ....કરી ચુક્યો હતો. લીલા અને ઘનઘોર વૃક્ષોમાં ચકલી ઓનું ચી....ચી.... કાગડાઓનું...કા....કા.......અને તેનાથી પણ વીશેષ એક સુંદર મજાનો અવાજ આવી રહ્યો હતો ત્યાં આજુબાજુમાં રહેલાં લોકોનાં દિલને આ અવાજ સ્પર્શ કરી અને એક આનંદની લાગણી ફેલાવી રહ્યો હતો. આ અવાજ હતો કોયલનો જે વૃક્ષની સૌથી ઉંચી ડાળી પર બેસીને લોકોના મન મોહી રહી હતી.આ વૃક્ષ હતું વડનું. વડ પર ટેટાં પણ હતાં અને વૃક્ષની પાછળ ખળખળ વહેતી નદી હતી. જ્યારે આ વૃક્ષની બાજુમાં થોડેજ દુર આ વૃક્ષ અને નદીની શોભા વધારનારું દેવોના દેવ મહાદેવનું મંદીર પણ હતું. મંદીરની ટોચ પર લાલ ધજા ફરકતી હતી અને મંદીરનાં પગથીયાં ચડવાનાં પુરાં થાય ત્યાં મહેદેવનાં વાહન પોઢીયાંની સ્થાપ્ના કરવામાં આવી હતી.