ડૉક્ટર ડૂલિટલ - પ્રાણીઓની ભાષા જાણતા ડૉક્ટરની રોમાંચક સાહસકથા - ભાગ 14

(89)
  • 2.9k
  • 5
  • 1.4k

14. ઉંદરોની ચેતવણી... દરિયાના પાણી પર જહાજ ખેંચવું એ કંઈ જેવું તેમ કામ નથી, તેમાં બહુ થાક લાગે. પેલા વાદળી પાંખવાળા પક્ષીઓએ બેથી ત્રણ કલાક સુધી આ પરિશ્રમ કર્યો હતો. આ જ કારણે તેમને થાક લાગવા લાગ્યો અને ઊડવામાં હાંફ ચડવા લાગી. તેમણે ડૉક્ટરને કહેવડાવ્યું કે તેમને આરામની જરૂર છે. આથી, તેઓ વહાણને નજીક રહેલા અન્ય એક ટાપુ પર હંકારી ગયા. તેમણે વહાણને ઊંડી ખાડીમાં ઊભું કરી દીધું. વહાણ ખાડીમાં એવી રીતે ઊભું કરાયું હતું કે તે ખુલ્લા દરિયા પરથી જોઈ ન શકાય. આગળની સલામત મુસાફરી માટે, પક્ષીઓ આરામ કરી ફ્રેશ થઈ જાય એ માટે, તે જરૂરી હતું.