બીજી અવસ્થા

(16)
  • 2.8k
  • 1
  • 723

બીજી અવસ્થા એ વખતે મને નોકરીમાં અઢી વર્ષ થયાં હતાં. વિજ્ઞાનનો એક જીવ અલગ ક્ષેત્રમાં આવી ચડ્યો ત્યારથી અહીંની ઉથલ-પાથલોથી પરેશાન થતો હતો. (કહેવાતાં) બુધ્ધીશાળી લોકો એવું માને છે કે ગજકેસરીનો યોગ હોય એને આવી નોકરી મળે. બસ, એવાજ કંઇક ગજકેસરીઓના માહોલમાં કામ કરતાં કરતાં નોકરીની પ્રથમ બદલી થઇ. જુની જગ્યાને અલવિદા કહ્યું અને નવી જગ્યાએ હાજર થયો. સાવ નવાપણાં અને થોડા અતડાપણા વચ્ચે જીંદગીની ગાડી રાબેતા મુજબ ચાલી નિકળી. નવા વાતાવરણમાં પક્ષીઓનું, કે જીવમાત્રનું, જીવનચક્ર નિહાળવાનો મોકો મળી ગયો. નાના હતાં ત્યારે ચકલી કે અન્ય પક્ષીઓને માળો બનાવતાં અને ઇંડા મુકતાં જોયેલાં પરંતુ એનું સક્રિય અવલોકન કરવાની