યે રાસ્તે હૈ પ્યાર કે - ૫

(48)
  • 7k
  • 4
  • 3.4k

રોજની જેમ સાંજે બધા ટીવી જોતા હતા અને ઈરફાન પોતાના લેપટોપમાં સોશિયલ મીડિયા ચેક કરી રહ્યો હતો. ફેસબુક પર અશ્વિનીની ફ્રેન્ડ રિકવેસટ હતી. ઈરફાનએ રિકવેસટ એક્સેપ્ટ કરી. રિકવેસટ એક્સેપ્ટ કર્યા બાદ ઈરફાનની નજર સજેસ્ટડ ફ્રેન્ડ લિસ્ટ પર પડી. પેલી જોગર્સ પાર્કવાળી છોકરીનો પ્રોફાઇલ પર ફોટો હતો. ઈરફાન એ આઈ.ડી. ખોલી તો છોકરીની સ્કુલને બધું એજ હતું પણ નામ એને કંઇક અજીબ રાખ્યું હતું. (એંજલ...) ઈરફાનને લાગ્યું કે આ નામ તો નહિ હોય પણ ફોટો તો એનો જ છે. પ્રોફાઇલ સ્ક્રોલ કરતા કરતા જોયું તો અશ્વિની આ છોકરીની મ્યુચલ ફ્રેન્ડ હતી. ફક્ત એક જ મ્યુચલ ફ્રેન્ડ અને એ પણ અશ્વિની. ઈરફાનનો ચહેરો આ જોઈને આશ્ચર્ય ચકિત થઇ ગયો.