નપાવટ

(139)
  • 3.5k
  • 13
  • 1.1k

કામથી પરવારીને એ ઘેર-ગામ આવવા નીકળ્યો. ચોરાથી થોડેક આઘે ગયો કે એણે ગામકૂવે નીર સિંચતી કન્યા જોઈ. નજરો કન્યાની નમણી કેડે અટકી. તરત જ પછી એના નાગણસમાં ચોટલે ઊતરી. ભેમજીને કંઈક થયું. અનાયાસે જ એ પેલી કન્યાને તાકી રહ્યો. કમખાની કમનીય કમાનસમી દોરી જોઈ એણે ચરણ ચાલું કર્યા. કમરની લચક ભાળી મોહાતુર બન્યો. પળમાં પ્રણયવિહવળ થઈ કન્યાની સન્મુખ થયો. યુવતીના મોહક મોં ને નજરે કર્યું. આહ! કેવું અફલાતુન વદન! પ્રણયાતુર મન બબડ્યું. આંખ ઠરી. હૈયું ઊછળ્યું. રોમ રવાડે ચડ્યા. જોબન સાત ઘોડલે સવાર થયું. ‎