બીજા દિવસે સવારે એણે પતિને કહ્યું: કહું છું નાનકાને પરણાવવાની શી ઉતાવળ છે? હાલ તો આપણે એને સાચવીએ જ છીએ ને! અત્યારે એને પરણાવવાની કોઈ જરૂર નથી. હજું એની ઉંમર જ ક્યાં થઈ છે! એ ભણ્યો એટલે ક્લેક્ટર થઈ ગયો! બાકી છે તો કાલનું છોકરું જ ને? એને ઉંમરલાયક થવા દો. સંસારની વાતો સમજવા દો. પછી નિરાંતે આપણે એના લગન કરાવીશું. ઉતાવળે આંબા પકાવવાની કોઈ જ જરૂર નથી. અને ફરમાનના લગ્નની વાત પર પડદો પડી ગયો!