આબરું

(84)
  • 1.8k
  • 3
  • 776

સચ્ચાઈનો ચાહક અને માનવતાનો પૂજારી દામું એક નખશિશ વફાદાર પોલીસ ઈન્સપેક્ટર હતો. ભયંકર અંધારું અજવાળાને પીવા માંડ્યું હતું. કાળરાત્રિ મારતે ઘોડે દોડી આવતી હતી. અંધારામાં કાળો ઓળો ક્યાંય ન દેખાય એવો વખત થયો એટલે એક સ્ત્રી લાંબો ઘુંઘટ તાણીને બીતી-બીતી ઘરેથી નીકળી. એણે ચોફેર ચકોર નજર ફેરવી. પોતે નીકળી છે એ કોઈએ જોયું નથી એની પાક્કી ખાતરી કરી. ધીમાં છતાં લાંબા ઉતાવળા પગે એ પોલીસ સ્ટેશને પહોંચી. થાણામાં લાઈટના અજવાળામાં પોતે પરખાઈ ન જાય એવી બીકે એણે ઘુંઘટ વધારે લાંબો કર્યો. બિલ્લી પગે દામુંની ઓફિસમાં ડરામણું ડોકિયું કર્યું. છાતીમાં ભયંકર ધબકાર હતો ને મનમાં ન કળી શકાય એવો વહેમ. એની આંખો સજલ બની. ઘેર ભાગી જવાને એ તત્પર બની. એવામાં ડ્યુટી પૂરી કરીને ઘેર જવાની તૈયારી કરતા દામુની નજર દરવાજે ડોકાઈ. ઓળો નજરે થયો. એણે દીવાલઘડી તરફ જોયું.