મચ્છીવાળીનો સંઘર્ષ

(24)
  • 2.4k
  • 4
  • 499

વેરાવળની દક્ષિણે "બેટ" જેવા પ્રદેશમાં મધદરિયાનાં સાંનિધ્યમાં આવેલી માછીમારોની એક વિશાળ વસાહત અને દરિયો ખેડનારા સાહસિકોનું રાજમાતા શિવગામી દેવીના માહિસ્મતી કરતાં પણ ઉદાર સામ્રાજ્ય. ભારતની કહેવાતી સ્માર્ટસિટીના પોશ વિસ્તારોમાં રહેતા પૈસેટકે અમીર પણ દિલના ગરીબ લોકોને શરમાવે એવી ઉદારતા, પ્રેમ, ઈમાનદારી, સાહસ અહીંના પૈસેટકે ગરીબ પણ દિલનાં અમીર લોકોના પોશ હૃદયમાં ઝગારા મારતી નજરે ચડે તો સહેજેય આશ્ચર્ય પામવું નહીં કેમકે આ દરિયાખેડુ સાહસિકોનું જોજવંતુ ખમીર છે. " આતો ન્યા કણ સોરઠમાં ઇમ કેવાય સન કે મોટાભાઈ ખમીરને ને કાંઈ નો ખપે હો વાલા " આ વસાહતમાં એક સાંકડી ચાલીમાં લીલાબેનની ૮ તીવ્રતાના ભૂકંપનાં આંચકા અનુભવાયેલી ભાસતી વર્ષોથી બિસ્માર હાલતમાં