સ્ખલિત લાગણીઓ

(36)
  • 1.8k
  • 4
  • 482

સાંજે ઓફિસેથી ઘરે આવીને હું હાથ-મોં ધોઈને ફ્રેશ થયો. રૂમાલથી મોં લૂછીને ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયો એટલામાં તો મસાલેદાર કડક ચા સાથે ગરમાગરમ નાસ્તો મમ્મીએ પીરસ્યો. બટાકા-પૌવાની ફોરમ નાકમાં જતાં જ આપોઆપ મારા ચહેરા પર મુસ્કાન રેલાઈ ગયું. મોંમાં વળેલું પાણી ગળા નીચે ઉતારી એક ચમચી પૌવા મોંમાં ઓર્યા. વર્ષોથી જળવાઈ રહેલો એજ સ્વાદ માણીને હજુયે હું ધરાયો નહતો. ડાઈનિંગ ટેબલ ખેંચી તે મારી સામે બેઠી. ચાની ચૂસ્કી લેતા મેં તારીફનું તોરણ બાંધતા કહ્યું, “મમ્મી, તારા હાથની વાનગીઓનો સ્વાદ જ કંઈક ઔર હોય છે. યુ આર ધી બેસ્ટ!” હળવું સ્મિત કરીને તેણે કહ્યું, “એતો તું હોસ્ટેલમાં કેન્ટીનનું ખાઈને કંટાળી ગયો