નો રીટર્ન-૨ ભાગ-૪૨

(346)
  • 7.4k
  • 5
  • 4.8k

નો-રીટર્ન-૨ ભાગ-૪૨ “ અમે અંદરથી ધ્રુજી ઉઠયાં હતાં...” દાદુએ તેમની કથની કંન્ટીન્યૂ કરી. “ પિસ્કોટા ગામથી પહેલો પડાવ પંદર કિલોમીટર દુર આદિવાસી લોકોનાં એક નાનકડા કસ્બામાં થયો. પંદર કિમી. જેટલું અંતર કાપતાં જ અમારે આખો દિવસ લોગ્યો હતો. પિસ્કોટા ગામથી ઉત્તરમાં ગાઢ વનરાજી મઢયું જંગલ શરૂ થતું હતું. એ જંગલમાં અમે એવા અટવાયા કે પહેલે દિવસે જ અમારી હિંમત પસ્ત થઇ ગઇ હતી. પંદર કિમી.નું અંત્તર અહીં શહેરમાં તો ચપટી વગાડતાં જ કપાઇ જાય પરંતુ આડેધડ ઉગી નીકળેલા જંગલોમાં એવું નથી હોતું. જો યોગ્ય દિશાઓનું ભાન ભુલી જાઓ તો પછી મર્યા જ સમજો. અમારી સાથે પણ એવું જ થયું