શ્રીમદ ભગવતગીતા મહાત્મ્ય (ગીતા જયંતી)

(67)
  • 19.5k
  • 16
  • 8.4k

નમસ્તે મિત્રો આ આલેખ શ્રીમદ ભગવદ ગીતા જયંતી નિમિત્તે લખેલો છે.શ્રીમદ્ ભગવદ્ગીતા એટલે શું? આજે આપણે ગીતાજી વિશે થોડી જાણકારી મેળવીશું,અને ગીતાજીના પાઠ કરવાનું શું મહત્વ છે એની પણ થોડી જાણકારી મેળવીશું. ગીતા એટલે આપણા જીવનમાં ઊઠતા દરેક સવાલનો જવાબ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે આપણા સંસારિક જીવન તેમજ જ્ઞાન-વૈરાગ્ય જીવનના દરેક પ્રશ્નોના જવાબ આપેલા છે. એટલે જ સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે"       "गीता सुगीता कर्तव्या, किमन्यै: शास्त्रविस्तरै:।          या स्वयं पद्मनाभस्य,मुखपद्माद् विनिःसृता।।" એટલે કે એમ કહેવા માંગે છે કે"બધા જ શાસ્ત્રોનો સાર ગીતાજીમાં આવે છે તો બધા શાસ્ત્રો ને ભણવાની શું જરૂર છે?" શ્રીમદ ભગવતગીતા ની સામાન્ય જાણકારી આવે