સંભવામિ યુગે યુગે ભાગ ૧૧

(94)
  • 4.8k
  • 3
  • 2.5k

બે દિવસ બાદ સોમ ના હાથ માં અનંતક ની વિધિ નું પુસ્તક હતું . તેને પુસ્તક ને બદલે તામ્રપત્ર નો સંગ્રહ કહો તોય ચાલે તેમ હતું . એક લાલ રંગ ના રેશમી કપડામાં તે બંધાયેલું હતું . તેણે હોસ્ટેલ માં આવીને તે પુસ્તક પોતાની પેટી માં મૂક્યું . અનંતક ની વિધિ ના મુહૂર્ત માં હજી ચાર જ દિવસ બાકી હતા અને તેણે પુસ્તક નું અધ્યયન કરીને તૈયારી કરવાની હતી . કોલેજ છૂટવાનો સમય થઇ ગયો હતો . તે છેલ્લા બે દિવસ થી કોલેજ નહોતો ગયો , રુમ ના દરવાજા પર ટકોરા પડ્યા એટલે તેણે આગળ વધીને દરવાજો ખોલ્યો તેને