નો રીટર્ન-૨ ભાગ-૪૯

(329)
  • 6.8k
  • 7
  • 4.6k

નો-રીટર્ન-૨ ભાગ-૪૯ અમે અનેરીનાં કમરામાં આવ્યાં.અનેરીએ કબાટ ખોલીને તેમાંથી તેની બેગ બહાર કાઢી. એ બેગમાંથી ફોટોગ્રાફ્સની નાનકડી એવી થપ્પી હાથમાં લઇને મને આપી. મારી ઉત્સુકતા તેને નવાઇ પમાડતી હતી. ભારે અધીરાઇ અને ઉત્સુકતાથી મેં તેણે આપેલા ફોટાઓ લીધા અને ધડકતે હદયે જોવા લાગ્યો. આ પહેલાં પણ ઘણી વખત આ ફોટાઓ મેં જોયાં હતાં. છતાં આ વખતે કંઇક ખાસ ઇન્ટેન્શન હતું એટલે બારીકાઇથી તપાસવા લાગ્યો. સૌથી પહેલો ફોટો પેલા દસ્તાવેજનો હતો જે મ્યુઝિયમમાં સરાજાહેર પ્રદર્શનમાં મુકાયો હતો. પછી મ્યુઝિયમની બિલ્ડિંગનો ફોટો હતો. અને પછી મોટાભાગનાં ફોટાઓ આદિવાસીઓનાં કબીલાનાં હતાં. થોડાક ફોટાઓ પેલા દસ્તાવેજની નીચે જે સાંકેતીક ભાષાનાં પત્રો હતાં