હૃદય પરિવર્તન

(27)
  • 2.9k
  • 6
  • 548

ભગાની માં રમાબાઈ મીઠા મધુર સ્વરે ઉત્સાહભેર " લ્યો, પેંડા લ્યો, રાજીબુન પેંડા " કહેતી આખાય વણકરવાસમાં ફરી વળી. રાજીડોશી વળતો પ્રશ્ન કરતાં બોલતી કે, " શીના પેંડા સ રમાબુન ? " ત્યાં સુધી તો રમાબાઈ છેક બીજા-ત્રીજા ઘરમાં પેંડા વહેંચતા-વહેંચતા અદ્રશ્ય થઈ જતાં. આખોય વણકરવાસ ઉત્સાહનાં અગાધ મહાસાગરમાં ગળાડૂબ થઈ ગયો. વળતાં આવતી વખતે રમાબાઈ રાજીડોસીને કહેતા, " તમન અ ખબર જ નહી ડોહી ! મારો ભગો ગોમની ઇસ્કોલ મ દહમાં ધોરન મ પેલો નંબર લાયો સ, પેલો ! " રાજીડોસી ખુશીનો કટોરો બહાર ઠાલવતાં ટહુકતા , " તારો ભગો હો વરસનો થાય અન ઈનું ભગવોન ભલું કર, ઓપણા વોસ