મઝધારે ડૂબી દુનિયા

(30)
  • 2.2k
  • 7
  • 813

“લખમણભાઈ, લીજો. આતાને કાં’ક થઈ ગયુંશ.” દરિયાના સીના ઉપર લાચાર બની તણાતા આઠ ખલાસીમાંથી એકની તીણી રાડ આવી. લખમણ સહેજે ચમક્યો. થાકીને લોથ વળી ગયેલા ખલાસીના મોઢામાંથી સરકેલો ભારેખમ નિશ્વાસ સાગરમાં સમાઈ ગયો. ગભરાયેલો લખમણ એકાએક આવેશભર્યો એ તરફ ફર્યો. જોયું તો, ડુબાડુબ થઈ રહેલા પિતાના દેહને એક ખલાસી બાથમાં જકડવા મથી રહ્યો હતો. ક્ષણભરમાં તેના અંગે અંગમાં આછી ઝણઝણાટી દોડી ગઈ. બેબાકળા બની તેણે પિતાના શબ તરફ ઉતાવરી છલંગ મારી. એટલીવારમાં તો આઘાતના આંચકા સાથે હૈયામાંથી ચિત્કાર ઊઠ્યો. “બાપા...! બાપા...!” લખમણના ગૂંગળાયેલા શબ્દો હવામાં જ થીજી ગયા. ગળામાં અટવાતો તેનો ઠંડો, થીજેલો, ભીનો શ્વાસ બે ઘડી શ્વાસનળીમાં જ રૂંધાઈ