પાંખ વિનાનું પંખી

(19)
  • 3.7k
  • 6
  • 957

દિવ્યાએ ધીરેકથી ધરતી પર પગ મૂક્યો. આગળથી થોડો અવાજ આવ્યો એટલે કાન સ્થિર કર્યા, પણ પછી છોડી દીધું. નિર્દોષ હાસ્ય સાથે. 'શું વાત થતી હતી ?' એ પળોજણમાં પડ્યાં વગર. આમતેમ ડોક મરડી ને એકલી જ આગળ વધી, વિરુદ્ધ દિશામાં. કાર્તિક ઉતાવળો દોડી આવ્યો દિવ્યા પાસે. લાલ સાડી થોડી પગ નીચે વીંટાઈ ગઈ કે શું ? આજ પહેલીવાર જ પહેરી હતી ને! કદાચ એટલે જ. જોકે દિવ્યા પડતાં પડતાં માંડ બચી. કાર્તિક કહેવા જતો હતો: સંભાળજે ! વળી પાછું કોને ખબર શું થયું ! તે ચૂપ જ રહ્યો. ગાડી સડસડાટ ચાલી ગઈ. ધૂળ હવામાં ઉડાડતી. ગોટેગોટા ઊઠ્યાં એની પાછળ.