બાલિકાવધુ

(34)
  • 2.5k
  • 7
  • 580

લગભગ ૧૯૯૦ ની આસપાસની વાત છે. મધરાતે ૧૨ નાં ટકોરે ગામની એક આલીશાન હવેલીમાં ચોરી-છુપેથી બાળવિવાહની રસમ ચાલુ થવાની જ હતી કે પોલીસ આવ્યાની સાયરન વાગવા લાગી. આખું ગામ આ પ્રસંગનું સાક્ષી બનવાનું હતું પણ પોલીસને સાક્ષી બનવાનું આમંત્રણ કોણે આપ્યું હશે ? એ વિચાર સાથે ખોડાભાઈએ ત્રાડ પાડી : કોણ છે ગામનો ગદ્દાર ? હિમ્મત હોય તો સામે આવ ! અધિકારી રાધિકા બહેને બાળવિવાહનાં ગુનામાં ખોડાભાઈને ગુનેગાર ગણી હઠકડી પહેરાવી ગામની વચ્ચેથી લઈ ગઈ. ખોડાભાઈ ગામનાં સરપંચ હતાં. સ્વભાવે સારા પણ જૂનવાણી વિચારધારાને માનનારા હતાં. તેમની ઓળખાણ ઘણા ઉચ્ચ અધિકારીઓ જોડે હતી પણ રાધિકા બહેન આગળ કઈ