પાગલ મમ્મી

(82)
  • 4k
  • 13
  • 1.3k

પાગલ મમ્મી કુકરની સીટીએ મારી આંખ ખોલી નાખી. એક હાથથી આંખ ચોળતા બીજા હાથે મોબાઇલ લઈ સમય જોયો. ૭:૪૫. આંખો સંપૂર્ણ ખુલી જતાં બંને હાથે મોબાઈલ હાથમાં રાખી લોક ખોલ્યું. વોટ્સએપ ગ્રુપના ઢગલાબંધ મેસેજ વાંચ્યા વગર જ પાછી બેક નીકળી. પર્સનલ ચેટના ગુડ મોર્નિંગ સિવાય કોઈ ખાસ મેસેજ નહોતા. વોટ્સએપ બંધ કરી ફેસબુક અને ત્યાર બાદ ઈન્સ્ટાની પોસ્ટ જોઈ. વિસ મિનિટ તો એમ જ નીકળી ગઈ. વચ્ચે વચ્ચે રસોડામાંથી વાસણ ખખડવાનો આવાજ પણ કાનમાં આવ્યા કરતો. પપ્પાને જોબ ઉપર જવાનું હોય એટલે મમ્મી ટિફિન બનાવવામાં બહુ ઉતાવળ કરે. પપ્પાનો સ્વભાવ પણ એવો. જો પાંચ મિનિટ પણ મોડું થઈ