સુખી કોણ?

(19)
  • 2.1k
  • 5
  • 714

આવતીકાલે દિવાળીનો પર્વ હોવાના કારણે શહેરની મુખ્ય બજાર માનવભીડથી ઉભરાઈ રહી હતી. સૌ કોઈ દિવાળીની ખરીદીમાં વ્યસ્ત હતા. ફટાકડાની દુકાનો પર બાળકોથી માંડી મોટેરાઓ પણ ફટાકડા લેવા પડાપડી કરી રહ્યા હતા. બીજી તરફ મહિલાઓ મીઠાઈ, કપડાં અને ઘર સુશોભનની વસ્તુઓ ખરીદી રહી હતી. સૌ કોઈના ચહેરા પર દિવાળીની ઉજવણીનો થનગનાટ સ્પષ્ટ વર્તાઈ રહ્યો હતો. પ્રથમ નજરે સૌ કોઈ સુખી અને આનંદી જણાઈ રહ્યા હતા. આ માનવ મેદનીમાં એક બાર વર્ષનો છોટુ બધાથી અલગ તરી આવતો હતો. સડકની બાજુમાં પોતાના વિકલાંગ માતા પિતા સાથે બેસી આવતા જતા લોકો સામે લોલુપ નજરે નીરખી રહ્યો હતો. તે માતા પિતા સાથે માટીના કોડીયા વેંચી