બાપને ખોળે

(25)
  • 2.4k
  • 5
  • 966

“ જો, પપાનું વા’ણ આવે ?’’ શાંત મોજાંઓને ચીરીને આવી રહેલા 'લક્ષ્મી પ્રસાદ' વહાણ તરફ ગૌતમે આંગળી ચીંધતા કહ્યું. પંદરેક વર્ષનો ગૌતમ, નાનકડા ભાઈને કાંખમાં લઈ ક્યારનો પિતાના વહાણની રાહ જોઈ ઊભો હતો. બોટ માલિકના કહ્યાં પ્રમાણે વહાણ સાંજે મચ્છીમારી કરીને આવવાનું હતું. તો પણ ગૌતમ લગભગ બપોરથી જ નાનાભાઈને લઈ ડક્કે પહોંચી ગયેલો. દૂરથી જ પિતાનું વહાણ જોતા ગૌતમનો ચહેરો ખીલી ઊઠ્યો.“ પપા... પપા..’’ ગૌતમની કાંખમાંથી પિતાને ઓરખી ગયેલો ત્રણેક વર્ષનો હર્ષ પણ ઉત્સાહમાં આવી જઈ બૂમાબૂમ કરી ઊઠ્યો.“ ઘરેથી કંઈક હંદેવો આવ