કોઇને જાણ્યા કે સમજ્યા વગર દોસ્તી કરવાની રૂબીની આદત સાવી ને જરાય ગમતી નહીં. એની જીંદગીની ફિલોસોફી જ અજીબ હતી,એન્જોયમેન્ટ એ જ જીંદગી હતી રૂબી માટે.ધીરગંભીર પ્રકુર્તિની સાવી માટે રૂબીને સમજવું ખૂબ અઘરું થઇ પડતું. તથાગત સાવીનો બેચ-મેટ હતો સાવી ને બે વર્ષથી ઓળખતો હતો એટલે સાવીના સ્વભાવ અને સાદગી તરફ એ અનાયાસે ખેંચાયો હતો,પરંતુ એણે સાવીને ક્યારેય એના મનોભાવ કળવા દીધા ન હતા.અવિનાશ આ જાણતો હતો, રૂબી જેવી રૂપસામ્રાજ્ઞી એ જ કોલેજ માં હોવા છતાં એ સાવી તરફ આકર્ષિત થયો એ બાબત એને આશ્ચર્ય પમાડતી પરંતુ એને રૂબી માટે અંદરખાને સારું