સેલ્ફી ભાગ-17

(355)
  • 5.6k
  • 18
  • 2.8k

સેલ્ફી:-the last photo Paart-17 દામુનો અવાજ સાંભળી બધાંએ હવેલીમાંથી નીકળી અવાજની દિશામાં દોટ મુકી અને પૂજા વિશે પુછતાં એને ઈશારો કર્યો એ તરફ નજર કરતાં ની સાથે જે દ્રશ્ય જોયું એ જોતાં જ એમની રૂહ કાંપી ઉઠી.અત્યાર સુધીની એમની જીંદગીનું એ સૌથી ભયાવહ દ્રશ્ય હતું એ વાતમાં કોઈ મીનમેખ નહોતો. દામુ એ જે દિશામાં આંગળી કરી એ તરફ હવેલીનાં ચોગાનથી થોડે દૂર એક પીપળાનાં વૃક્ષ પર પૂજાની માથા વગરની લાશ લટકી રહી હતી અને એનાંથી જોડે આવેલી ડાળી પર પૂજાનું માથું લટકી રહ્યું હતું જેમાંથી હજુપણ રકત ટપકી રહ્યું હતું.પૂજાનો કપાયેલો ચહેરો અત્યારે સાવ ફિક્કો પડી ગયો