વ્હાઇટ ડવ ૧૨

(162)
  • 4.3k
  • 7
  • 3k

ચૂડેલથી બચીને ભાગેલા કાવ્યા અને શશાંક હવેલીના દરવાજામાં પ્રવેશી ગયા ત્યારે કાવ્યા ડરની મારી શશાંકને બાજી પડી. ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એટલે શશાંકના મોં ઉપર ફેંકાયેલું પેલું ગંદુ, લીલું પ્રવાહી તો ધોવાઇ ગયેલું પણ એની વાસ હજી આવતી હતી. “બોવ જ ગંદી સ્મેલ છે. તું નહાઈને જમવા આવજે.” કાવ્યાએ જાતેજ અળગા થઈ જતાં કહ્યું. એણે એનું નાક એક હાથ વડે પકડી રાખેલું.બંને અંદર ગયા. માધવીબેન સવારના બંનેની ચિંતા કરતાં હતા. છતાં એમણે તરત બોલવાનું ટાળ્યું. એ લોકો ફ્રેશ થઈને નીચે જમવા આવ્યા કે તરત માધવીબેન બોલ્યા, “કંઇક વાસ આવે છે!” “એ વાસ મારામાંથી જ આવે છે. બે વાર સાબુ