બદલાવ-6

(40)
  • 2.2k
  • 6
  • 1.1k

બદલાવ-6(આપણે આગળ જોયું કે નરોતમનાં જાણીતા એવા એક બાવાનોં પીછો કરતા અજય અને સોમુ જંગલમાં પહોંચે છે....એ બાવો એક જગ્યાએ ઉભો રહી પાછળ જુએ છે......હવે આગળ)          જયાંરે બાવો ઉભો રહયોં ત્યાંરે અજય અને સોમુ એક એક ઝાડનાં થડ પાછળ સંતાયા.બાવો ચારે તરફ જોઇ મોટેથી બોલ્યોં “ કાલ, કપાલ ઔર મહાકાલ.” અજય, સોમુ અને સમગ્ર વાતાવરણમાં ભયનાં તરંગો પસાર થયા.જાણે બધું જ એ તરંગોથી કંપીત થયું.ફરી એ બાવો આગળ ચાલ્યોં.અજયે ઇશારાથી સોમુ પાસેથી પેલી પીસ્તોલ માંગી.સોમુએ કમને એ અજયને આપી.બદલામાં અજયે સોમુને લાડુંનો ડબ્બો આપ્યોં.થોડા આગળ ચાલ્યાં પછી ઢોળાવ ઉતરવાનો થયો.લાંબો ઢોળાવ ઉતર્યાં પછી ફરી એક મેદાન