રસોઇમાં જાણવા જેવું ૪

(23)
  • 5.1k
  • 3
  • 1.6k

રસોઇમાં જાણવા જેવું ભાગ-૪ સં- મિતલ ઠક્કર પાણીપૂરી મસાલો બનાવવા ૨૫ ગ્રામ જીરુ, ૨૫ ગ્રામ ધાણા, ૨૫ ગ્રામ લાલ મરચું પાવડર, ૫૦ ગ્રામ આમચૂર પાવડર, ૧૦ ગ્રામ મરી પાવડર, ૧ ટે સ્પૂન સંચળ, ચપટી હિંગ, મીઠું સ્વાદ અનુસાર લઇ લો. જીરુ અને ધાણાને સુગંધ આવે ત્યાં સુધી શેકીને ઠંડા પાડો. મિક્સર જારમાં તેને બારીક પીસી લો. પછી તેને બાકીની બધી સામગ્રી સાથે મિક્સ કરીને ચાળી લો. આ મસાલાને કોઇપણ એરટાઇટ ડબ્બામાં ભરી લો. આખા વર્ષ દરમિયાન જ્યારે પણ પાણીપૂરી ખાવાની ઇચ્છા થાય ત્યારે આ મસાલો આપશે અદ્દલ માર્કેટ જેવો ટેસ્ટ. પંજાબી શાક કરવું છે અને ટમેટાં મોંઘા થઈ