વ્હાઇટ ડવ ૧૭

(131)
  • 4.3k
  • 10
  • 2.8k

શશાંકની બાહોંમાંથી દૂર થઈ કાવ્યાએ કહ્યું, “જોને પપ્પાની હાલત કેવી છે. એ ઠીક તો હશેને?”શશાંક ગાડીની પાછલી સીટ તરફ ગયો અને ડો. રોયની પલ્સ ચેક કરી. એમની આંખો ખેંચીને ખોલી જોઈ એ લાલ હતી. “કંઇક નશીલી વસ્તુ અપાઈ છે એમને. એમની હાલત જોતા આપણે હાલ જ ડૉક્ટર પાસે જવું જોઈએ.” બંને ગાડીમાં બેઠા અને ગાડી આગળ ભગાવી. એ લોકો ક્યાં પહોંચ્યા હતા એ તો એમને ખબર ન હતી પણ કોઈ નાના શહેર જેવો એ એરિયા હતો. ત્યાંના મુખ્ય બઝાર જેવા વિસ્તારમાં ફરતા જ એક પ્રાઇવેટ હોસ્પિટલનું પાટિયું દેખાયું. ડૉ. રોયને ત્યાં લઈ ગયા. એ એક નાનકડી હોસ્પિટલ હતી. નસીબ