જીવનનો અર્થ છે સતત શીખતા રહેવું

(22)
  • 5.5k
  • 6
  • 1.7k

શીખવાનો અર્થ છે કંઇક જ્ઞાન પ્રાપ્ત કરવું, કોઈ કૌશલ્ય (સ્કીલ) વિકસાવવું કે માહિતી મેળવવી. આપણે અભ્યાસથી, ઉદાહરણોથી કે અનુભવથી શીખીએ છીએ. જીવન દરરોજ આપણને કંઇક નવું શીખવાડે છે. એ આપણા ઉપર છે કે આપણે એમાંથી કેટલું ગ્રહણ કરીએ છીએ, કેટલું શીખીએ છીએ. ખરા અર્થમાં તો સતત શીખતા રહેવું એનું નામ જ જીવન છે. આપણી બધી જ જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક, જીભ અને ચામડી માહિતી મેળવવામાં ઉપયોગી થાય છે. આપણે બૌદ્ધિક રીતે ભલે સમાન ન હોઈએ પરંતુ દરેકમાં એટલી ક્ષમતા તો હોય જ છે કે નવી માહિતી, નવું જ્ઞાન, વિચારો મેળવીએ અને જીવનને બદલી શકીએ. કંઇક જાણીને આપણે આસપાસના વાતાવરણને સમૃદ્ધ