ન્યાય.

(34)
  • 3k
  • 2
  • 787

નર્મદા નહેરની પાસે માનવમેહરામણ ઉમટયું હતું. લોકો નહેરમાંથી બહાર કાઢવામાં આવેલી લાશને જોવા એકઠા થયા હતા. બે દિવસથી પડી રહેલા વરસાદ પછી આજે વરસાદે વિરામ લીધો હતો. વરસાદને કારણે ભીની થયેલી જમીન પર ફૂલી ગયેલી લાશ પડી હતી. લાશ આશરે ચાલીસેક વર્ષના લાગતા પુરૂષની હતી.બન્ને હવાલદારો, કરમણ અને વિશાલ ત્યાં પહોંચી ગયા હતા. લાશ બાજુના ગામના બે તરવૈયાઓએ કાઢી હતી. આ બાજુના નહેરના કિનારામાં ઝાડીઓ વધારે હોવાથી લાશ ઝાડીઓમાં ફસાઈ ગઈ હતી. કદાચ એટલે જ પાણીના આટલા જબરદસ્ત પ્રવાહ છતાં લાશ આગળ નહોતી વધી.ઇન્સ્પેક્ટર સૂરજ જીપમાંથી ઉતર્યો ત્યારે લોકોનું ટોળું ઘણું મોટું થઈ ગયું હતું. તે સીધો જ બન્ને હવાલદારો