સંધ્યા સૂરજ - પ્રકરણ - 8

(166)
  • 4.7k
  • 3
  • 2.5k

હું બીચ પાર્ટીમાંથી ગુમ થઈ હતી. ત્યાં મારી સાથે બીજા પણ કેટલાક છોકરા છોકરીઓ હતા. અમે કોલેજ પીકનીક પર હતા. ઘણો સમય હું નહી મળી હોવ એટલે તેમણે કોલેજમાં જાણ કરી હશે અને કોલેજે મારા ઘરે ખબર કરી હશે. મને પોલીસ શોધી રહી હશે. મુંબઈમાં એ લોકો મને શોધી રહ્યા હશે પણ હું તેમને મળીશ નહી કેમકે એ મને ખોટી જગ્યાએ શોધી રહ્યા હશે! મુંબઈ બહારના સ્થળે તો કોઈ વિચારે જ શા માટે? પોલીસ મુંબઈના દરેક સ્લમ એરિયા અને રેડ લાઈટ એરિયા ફેદી વળી હશે કે કદાચ કોલેજમાંથી બધાએ મારો રેફરન્સ આપ્યો હશે કે હું કોઈ