ચારિત્ર્ય (બે લઘુકથા)

(103)
  • 2.7k
  • 11
  • 1.3k

ચારિત્ર્ય ચોફેર નવરાત્રિનો ઉમંગ ઉટપટાંગ બનીને ઉછાળા મારી રહ્યો હતો. આવનાર નવરાત્રીનો મોઘમ જગમગાટ અને યુવા હૈયાઓનો થનગનાટ વીતેલી દરેક નવરાત્રીઓને ફીકી પાડી રહ્યો હતો. નવરાત્રી એટલે કે લોકોને અને જગતને પોતાના રૂપનાં તથા અદાઓની કાજળઘેરી કામણગારી અદાઓથી નખશિશ આંજી નાખવાનો અવસર. દરેકના દિલમાં અધૂરા ઓરતા બનીને વસી જવાનો જાણે અણમોલ અવસર! દીદી! કેવી લાગુ છું જોજે જરા? સૌંદર્યના સાધનોથી સજ્જ બનેલી દિવ્યલત્તાએ ગોળ ઘૂમીરી લેતા આયનામાં જોઈને પૂછ્યું. અદલ અપ્સરા! તીરછી નજર નાખીને પાછું અવંતીએ ઉમેર્યું: શાયદ, ઉર્વશી