ભાગ્ય

(51)
  • 3.3k
  • 4
  • 1.3k

જિંદગીથી કંટાળેલી, થાકેલી, હતાશ થયેલી સંધ્યા જીવતી લાશ બનીને પોતાની જિંદગી પસાર કરી રહી હતી. દુઃખનું કારણ માત્ર એક જ હતું કે સંજોગો ના હિસાબે એ એના કાળજાના ટુકડા સમાન પુત્રથી દૂર થઈ ગઈ હતી. સમય ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી કરે છે કે પાછળ જાવ તો ખાઈ ને આગળ વધો તો કૂવો, બસ આજ હાલત સંધ્યા અનુભવી રહી હતી.સંધ્યાનો પરિવાર ખુબ આશાવાદી અને પોઝિટિવ વિચારધારા ધરાવતો હતો. ઘરના દરેક એને હિમ્મત અને સાંત્વના આપતા હતા. વળી, સંધ્યા ખુબ વાતુડી અને ચંચળ સ્વભાવની હોવાથી મિત્ર વર્તુળ પણ મોટું હતું આથી તેના મિત્રો પણ તેને ખુબ હિમ્મત આપતા હતા. સંધ્યાના પપ્પા એને