પ્રેમની પેલે પાર... ભાગ - ૮

(107)
  • 3.5k
  • 18
  • 1.6k

આગળના ભાગમાં આપણે જોયું કે અભીનું મન ભૂતકાળના વિચારોમાં ખોવાય છે. સૌમ્યાની બર્થડે હોય છે અભી ને આકાંક્ષા સૌમ્યા માટે ગિફ્ટ લેવા જાય છે. આ તરફ અભી આકાંક્ષા તરફ વધુ આકર્ષિત થાય છે. *********** પ્રેમ શબ્દ જોડું તો કેમ રહેશે? દિલનો હાલ મુકું તો કેમ રહેશે? ઉતાવળ   કરું   છું   કે   મોડું...!? બોલ્યા વગર સમજે તો કેમ રહેશે? આ તરફ આકાંક્ષા પણ થોડી ઉલ્ઝનમાં હતી. એક તો અભીનું વર્તન એને થોડું અજીબ લાગતું હતું અને બીજું એ પોતાના જ મનના ભાવ ઉકેલી નહતી શકતી. ત્યાં અભી બાઇક પર બેઠા બેઠા પાછળ થી બોલી છે, "આપણે આ જ કપડાં માં પાર્ટીમાં જશું?