હવસ :-IT CAUSE DEATH ભાગ-22

(549)
  • 9.1k
  • 28
  • 5.6k

હવસ :-IT CAUSE DEATH-ભાગ 22 પ્રભાતની હત્યાનો રેલો અનિકેત ઠક્કરની પત્ની જાનકીનાં પગ નીચે આવી પહોંચ્યો હતો..પ્રભાતની સાથે જાનકીનાં અંતરંગ પળોનાં ફોટો જોઈને જાનકી સાથે સવાલાત હેતુથી અર્જુન ઠક્કર વિલા જાય છે..પણ જાનકી પોતાનાં બચાવમાં જે કંઈપણ કહે છે એ સાંભળી અર્જુન વિચારમગ્ન બની જાય છે..જાનકી ને કસુરવાર સાબિત કરવી હોય તો આ ફોટોસ કાફી નથી એમ માની અર્જુન કોઈકને કોલ કરે છે અને પછી જાનકી ની સામે આવીને બેસે છે. "મેડમ તમે મને કહ્યું ને કે કોઈ સબુત હોય તો જ હું તમારી પર પ્રભાતની હત્યાનો આરોપ મુકી શકું..?"અર્જુને પ્રશ્નસુચક નજરે જાનકી તરફ જોઈને પુછ્યું.