Hawas-It Cause Death - 22 books and stories free download online pdf in Gujarati

હવસ :-IT CAUSE DEATH ભાગ-22

હવસ :-IT CAUSE DEATH-ભાગ 22

પ્રભાતની હત્યાનો રેલો અનિકેત ઠક્કરની પત્ની જાનકીનાં પગ નીચે આવી પહોંચ્યો હતો..પ્રભાતની સાથે જાનકીનાં અંતરંગ પળોનાં ફોટો જોઈને જાનકી સાથે સવાલાત હેતુથી અર્જુન ઠક્કર વિલા જાય છે..પણ જાનકી પોતાનાં બચાવમાં જે કંઈપણ કહે છે એ સાંભળી અર્જુન વિચારમગ્ન બની જાય છે..જાનકી ને કસુરવાર સાબિત કરવી હોય તો આ ફોટોસ કાફી નથી એમ માની અર્જુન કોઈકને કોલ કરે છે અને પછી જાનકી ની સામે આવીને બેસે છે.

"મેડમ તમે મને કહ્યું ને કે કોઈ સબુત હોય તો જ હું તમારી પર પ્રભાતની હત્યાનો આરોપ મુકી શકું..?"અર્જુને પ્રશ્નસુચક નજરે જાનકી તરફ જોઈને પુછ્યું.

"હા તો..તમને કોઈ સબુત મળી ગયો હોય તો બોલો.."જાનકી શક્ય હોય એટલી સ્વસ્થતા જાળવવાનો પ્રયત્ન કરી રહી હતી.

"તમે કહ્યું કે પ્રભાતની હત્યા થઈ એ રાતે તમે ગુડલક રેસ્ટોરેન્ટમાં કીટી પાર્ટીમાં હતાં..પણ તમે એ ના કહ્યું કે ત્રણ વાગ્યાં સુધી ચાલનારી એ કીટી પાર્ટીની વચ્ચે એક કલાક સુધી તમે ક્યાં ગાયબ હતાં..?અને એથી મોટું સબુત હશે પ્રભાતનાં ડેમેજ મોબાઈલ પરથી ફોરેન્સિક ટીમ ને મળેલી ફિંગરપ્રિન્ટ.."અર્જુન રુવાબભેર બોલ્યો.અર્જુને કોલ ગુડલક રેસ્ટોરેન્ટનાં મેનેજર બકુલ વણકર ને કર્યો હતો.એમને જ અર્જુનને એ રાત ની કીટી પાર્ટી વખતે જાનકી થોડો સમય માટે કીટી પાર્ટી છોડીને ગઈ હોવાંની વાત કરી હતી.

અર્જુન જોડે કઈરીતે એ માહિતી પહોંચી કે પોતે કીટી પાર્ટી એક કલાક માટે છોડીને ગઈ હતી એ વિચારતાં જ જાનકીનું દિમાગ હલી ગયું હતું..આ સિવાય મોબાઈલ ફોન પર મળેલ ફિંગરપ્રિન્ટ વાળી વાત સાંભળ્યા પછી તો જાનકી જોડે સત્ય બોલ્યાં વગર બીજો કોઈ વિકલ્પ જ નહોતો.હવે અર્જુનનાં આ સવાલનો જવાબ વિગતે આપવો જ પડશે એનો મનોમન નિર્ણય કરી જાનકી બોલી.

"સાહેબ હું કબુલ કરું છું કે હું એ દિવસે કીટી પાર્ટી મુકી ને ગઈ હતી..એ માટે તમને બધી વિગતે વાત કરું."આટલું કહી જાનકી જાણે ભુતકાળમાં સરી પડી હોય એમ બોલવા લાગી.

"આ બધી ઘટનનાની શરૂવાત થઈ હતી આજથી લગભગ પાંચ મહિના પહેલાં.અનિકેત સાથે મારી લગ્ન લાઈફ તો ઠીક ચાલી રહી હતી પણ અમારી સેક્સ લાઈફ ખોરંભે ચડી ગઈ હતી..જેનું કારણ હતું અનિકેત નું પોતાની જાત ને ફક્ત કામ પ્રત્યે સમર્પિત કરવું અને એને જાતિગત સમસ્યા ની તકલીફ હોવી..છતાં પણ અનુ મારી દરેક કહેલી વાત માની એની ટ્રીટમેન્ટ કરાવતો હતો પણ એનાંથી કોઈ ફરક નહોતો પડી રહ્યો.."

"અચાનક અનિકેત ની જાતિગત પ્રોબ્લેમ દૂર થઈ ગઈ..આ વાત મારાં માટે એટલી સુખ આપનારી હતી જેટલી ઉનાળામાં તપી તપીને બંજર થઈ ગયેલી જમીન માટે વરસાદ ની હેલી..ઘણીવાર તમને કલ્પના પણ ના હોય કે ક્યારેય તમે કોઈ વસ્તુ ને પામી શકશો કે એને મેળવી શકશો પણ જ્યારે અનાયાસે જ એ તમારાં હાથે લાગી જાય ત્યારે એ તમને હંમેશા મળતી રહેશે એવી આશા જન્મે છે."

"અનિકેત અને મારી વચ્ચે જે કંઈપણ હતું એ બધું ભલે નોર્મલ નહોતું છતાં હું ખુશ હતી..મેં મારી સ્ત્રીસહજ ઈચ્છાઓને કેમ કંટ્રોલ કરવી એ શીખી લીધું હતું..પણ અનિકેત જ્યારે ફરીથી જાતિગત સમસ્યા ની પ્રોબ્લેમથી બહાર આવ્યો હતો ત્યારથી મારું મન હંમેશા અનુ નો સાથ જોઈતો હતો..સેક્સ લાઈફ ધીરે ધીરે વ્યવસ્થિત ચાલવા લાગી હતી અને એનાં થી હું અને અનિકેત બંને ખૂબ ખુશ હતાં.."

"બધું પોતાની રીતે યોગ્ય રીતે આગળ વધી રહ્યું હતું પણ ખબર નહીં કોની નજર લાગી ગઈ કે અનુ મારાં થી દુર થવા લાગ્યો..પહેલાં અધુરો તો અધુરો પણ અમે સહવાસ જરૂર માણતાં.. પણ હવે તો અનિકેત મારી જોડે રાતે સૂતો પણ નહીં.ખબર નહીં એ મારાંથી વધુ વેગળો જઈ રહ્યો હતો અને હું એનાં પ્રેમને ઝંખતી એનાં માટે તડપતી રહી ગઈ."

"જે સ્ત્રીસહજ ઈચ્છાઓ પર મેં થોડાં સમયથી કાબુ મેળવ્યો હતો એ અનિકેત નાં પુનઃ સહવાસ બાદ ફરીથી જાગ્રત થઈ ચુકી હતી.મારે એ ઈચ્છાઓને કાબુમાં લેવા હવે કોઈની જરૂર હતી એવું હું મહેસુસ કરી રહી હતી..અનિકેત ને મારી તરફ અકર્ષવાનો ઘણો પ્રયત્ન કરતી રહેતી પણ એ મારી ઉપેક્ષા કરતો રહેતો..અઠવાડિયે એકાદ વાર એ મને ભોગવતો પણ એમાં મને એ લાગણી કે પ્રેમ નહોતો મહેસુસ થતો જેની હું ભુખી હતી.."

"અને કહ્યું છે ને ક્યારેક તરસ્યો કુવાની જોડે ના જાય તો કુવો તરસ્યાની નજીક આવી પહોંચે છે..મારી સાથે પણ એવું જ થયું.મારાં ઘરે એક વખત એક gate to gather ટાઈપ ની પાર્ટી હતી..જેમાં અનિકેતનાં ખાસ દોસ્તો પોતપોતાની ફેમિલી લઈને આવ્યાં હતાં પણ પ્રભાત એ પાર્ટીમાં અનિતા ભાભીને લીધાં વગર જ આવ્યો હતો."

"પાર્ટીમાં કેટરિંગ માં શું-શું એરેન્જ કરવું એની જવાબદારી મારી હતી..પણ મારાં થી સ્વીટ સિલેક્શનમાં ગરબડ થઈ ગઈ જે વાતથી ગુસ્સે ભરાઈ અનિકેત મારી ઉપર ક્રોધિત થયો અને મને બધાં ની વચ્ચે ખખડાવી નાંખી..મારાથી આ અપમાન સહન ના થયું અને હું દોડીને મારાં રૂમમાં ભરાઈ ગઈ..મારાં ડૂસકાં ચાલુ જ હતાં ત્યાં દરવાજે નોક થઈ.મને એમ હતું કે અનિકેત મને મનાવવા આવ્યો હશે એટલે મેં ઉભા થઈ ઉતાવળમાં બારણું ખોલ્યું..મારાં આશ્ચર્ય વચ્ચે ત્યાં અનિકેત નહીં પણ એનો દોસ્ત પ્રભાત મોજુદ હતો."

"પ્રભાત ભાઈ તમે..?"મેં બારણું ખોલતાં જ આશ્ચર્ય સાથે પુછી લીધું.

"હા ભાભી હું..મેં જોયું કે અનિકેત તમારાં પર ગુસ્સે થયો એનાંથી તમે રિસાઈને અહીં આવી ગયાં. એટલે હું તમને મનાવવા આવ્યો છું.."આટલું કહી પ્રભાત અંદર પ્રવેશ્યો.

"કોને કહ્યું હું રિસાઈને અહીંયા આવી હતી..?એ તો તો એક કામથી આવી હતી.."મેં જુઠાણું ચલાવ્યું.

"તો પછી આ સુંદર આંખો લાલ થઈ ગઈ હોય એમ કેમ લાગી રહ્યું છે..એની ઉપરનું કાજલ પણ આંસુઓની ભીનાશ નાં લીધે ફેલાઈ ગયું છે.."મારું જુઠાણું પકડી પાડતાં પ્રભાત બોલ્યો..જોડે જોડે એને મારાં વખાણ કર્યાં એ મને ખબર નહીં કેમ પણ ગમ્યું જરૂર હતું.

"હા હું તમારાં આવ્યાં પહેલાં રડતી હતી..અનિકેત નું વર્તન મારી તરફ સાવ બદલાઈ ચૂક્યું છે.હું જે અનુને ઓળખતી એ હવે નથી રહ્યો."આટલું કહેતાં તો હું રડવા લાગી.

"અરે ભાભી એમાં રડવાનું નહીં..એતો ઓફિસનાં કામ નો સ્ટ્રેસ જ એટલો હોય કે એમાં ને એમાં માણસ મેન્ટલી ડિસ્ટર્બ રહેતો હોય એટલે આમ ગુસ્સે થઈ જાય. પણ તમારે ખોટું નહીં લગાડવાનું અને રડવાનું તો બિલકુલ નહીં.. તને ફક્ત હસતાં સારાં લાગો છો."પ્રભાત ફ્લર્ટ કરતાં બોલ્યો.

પ્રભાતનું આવું કરવું મને એ સમયે એની તરફ આકર્ષિત કરી રહ્યું હતું..હું ખબર નહીં શું ઈચ્છતી હતી કે અનાયાસે જ મેં પ્રભાતને ગળે લગાવીને "thanks"કહ્યું.

જવાબમાં પ્રભાતે કહ્યું.

"અરે આટલી હસીન કોહિનૂર સમાન સ્ત્રી તકલીફમાં હોય અને એની મદદે પ્રભાત ના આવે તો બને જ નહીં.."

આટલું કહી પ્રભાતનાં હાથ મારાં શરીરની ફરતે વીંટળાઈ ગયાં.. હું એનાં બાહુપાશમાં એક ગજબની ખુશી મહેસુસ કરી રહી હતી.હું જે પુરુષની ઝંખના કરી રહી હતી એ મને પ્રભાતમાં દેખાવા લાગ્યો..મારાં મનની અતૃપ્ત ઈચ્છાઓ અને હવસને જો કોઈ તૃપ્ત કરી શકે એવું કોઈ હોય તો એ પ્રભાત જ હતો એમ વિચારી મારાં હાથ પણ અનાયાસે જ એનાં ફરતે વીંટળાઈ ગયાં.

મારાં આમ કરવાને પ્રભાતે મારાં તરફથી એને કંઈપણ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે એવું માની લીધું..એનાં હાથનું દબાણ મારાં શરીર પર વધી રહ્યું હતું..એનો ચહેરો અત્યારે મારી ગરદન ની નજદીક હતો.પ્રભાતની શ્વાસોની અવરજવર નો હૂંફાળો અહેસાસ હું મારી નાજુક ગરદન પર કરી રહી હતી.

થોડો સમય આમ જ રહ્યાં બાદ અમે અલગ થયાં.. પ્રભાતે મારી તરફ જોયું તો મેં ઇશારામાં જ એને આગળ વધવાની સહમતી આપી દીધી..પ્રભાતે તત્ક્ષણ મારો ચહેરો પોતાની હથેળી વડે ઊંચો કર્યો અને મારો ચહેરો નીરખીને જોયો.

"કિસ્મત વાળો હોય એને જ તમારાં જેવી ખુબસુરત સ્ત્રી મળે.."આટલું કહી એને પોતાનાં અધરોની જોડ ને મારાં અધરોની જોડ પર હળવેકથી રાખી દીધી..મારાં ધ્રુજતાં અધરો આ અહેસાસથી વિચલિત થઈ ગયાં.અનિકેત બાદ પ્રભાત પહેલો એવો પુરુષ હતો જેને મને સ્પર્શ કર્યો હતો..એમ કરવું સાચું હતું કે ખોટું એની પરવાહ કર્યાં સિવાય હું આ પળને જીવી લેવાં માંગતી હતી.મેં પણ પ્રભાતને વધાવી લીધો હોય એમ એનાં અધરોનું રસપાન કરવાનું શરૂ કરી દીધું.

મારી અંદરની કામુકતા એ દિવસે બંડ પોકારી ગઈ હતી..અનિકેત દ્વારા થતી મારી ઉપેક્ષા મને પ્રભાત ની જોડે સંબંધમાં લાવી ચુકી હતી.હું માન,મર્યાદા,ઈજ્જત બધું ભૂલી એક પરપુરુષ ની સાથે મારી શારીરિક ભૂખ સંતોષવાની કોશિશમાં લાગેલી હતી.

અચાનક મને યાદ આવ્યું કે ઘરે હું અને પ્રભાત સિવાય બીજાં ઘણાં લોકો મોજુદ છે એટલે મેં પ્રભાતને રોકી દીધો.પ્રભાતે આમ કરવાનું કારણ પૂછ્યું તો મેં કહ્યું.

"અત્યારે આ બધું ઠીક નથી..ફરી ક્યારેક યોગ્ય સમય મળતાં આગળની વાત વિચારીશું.."

"મને એ હસીન સમય નો ઇંતજાર રહેશે.."મારાં ગાલ પર પોતાનો હાથ ફેરવી પ્રભાત બોલ્યો.

પ્રભાતની સ્ત્રીઓને પોતાનાં વશમાં લેવાની તાકાત અને વાકછટા અદભુત હતી..હું ખબર નહીં પણ કેમ પ્રભાતની જેમ જ એ હસીન પળનો મનોમન ઇંતજાર કરવા લાગી હતી જ્યારે હું એની બાહોમાં હોય.

"ભાભી હું નીચે જાઉં છું..તમે પણ તમારી હાલત થોડી ઠીક કરો અને પછી નીચે આવી જાઓ.."પોતાનું બ્લેઝર અને માથાનાં વાળ વ્યવસ્થિત કરતાં પ્રભાત બોલ્યો અને પછી મારાં રૂમમાંથી બહાર નીકળી ગયો.

એ મને જે રીતે હુકમ કરી ને બોલ્યો હતો એ પરથી એવું લાગી રહ્યું હતું કે એ મારી પર પોતાનો હક જતાવી રહ્યો હતો..અને એનો આ અંદાજ મને વધુ ને વધુ એની તરફ આશક્ત કરી રહ્યો હતો.

હું થોડીવારમાં ફરીવાર નીચે પાર્ટીમાં પહોંચી ગઈ..મારું ધ્યાન હવે ફક્ત ને ફક્ત પ્રભાત પર હતું અને પ્રભાતની દરેક નજર મારાં તરફ કેન્દ્રિત હતી..એક પ્રેમાળ પતિ અને બે સંતાનો હોવાં છતાં મારી જવાની એ દિવસે અંગડાઈ લઈ રહી હતી..હું શું કરવા જઈ રહી હતી એનું મને ભાન નહોતું.આનું પરિણામ આગળ જતાં ભૂંડું આવવાનું હતું એ ભૂલી હું સપનાની દુનિયામાં વિસરી રહી હતી.

"મમ્મી.."અચાનક આરવ અને રીંકુ નો અવાજ હોલમાં ગુંજી ઉઠ્યો.

"અરે તમે બંને આવી ગયાં..?"સ્કૂલેથી પાછાં આવેલ રીંકુ અને આરવને જોઈને જાનકી બોલી.

"હા મમ્મી..અને please બોલ ને જમવાનું શું બનાવ્યું છે..મને બહુ ભૂખ લાગી છે.."આરવ બોલ્યો.

"તમારાં બંને માટે આજે પાસ્તા બનાવ્યાં છે..પણ એ પહેલાં તમારાં રૂમમાં જઈને હાથ-પગ ધોઈ કપડાં ચેન્જ કરી ફ્રેશ થાઓ..હું કિશોરકાકા જોડે પાસ્તા તમારાં રૂમમાં જ મોકલાવું છું.."ચહેરા પર મોટી સ્માઈલ સાથે જાનકી બોલી.

"Ok મમ્મી.."આરવ આટલું કહી દોડીને પોતાનાં રૂમ તરફ જવા લાગ્યો..જ્યારે રીંકુ જાનકી ની જોડે આવી અને ધીરેથી બોલી.

"મમ્મી આ પોલીસમેન કેમ અહીં આવ્યાં છે..?"રીંકુ નો ઈશારો અર્જુન અને નાયક તરફ હતો.રીંકુ પોતાનાં ઘરે પોલીસવાળા ને જોઈ બાળસહજ રીતે ખૂબ ડરી ગઈ હતી.

"અરે આ તો પાસપોર્ટ ની ઇન્કવાયરી માટે આવ્યાં છે..પણ તું તારાં રૂમમાં જા..કોઈ ચિંતાની વાત નથી."જે મનમાં આવ્યું એ જાનકીએ બોલી દીધું.

"Ok મોમ.."આટલું કહી રીંકુ પણ પોતાનાં રૂમ તરફ ચાલવા લાગી.

"બહુ cute ચિલ્ડ્રન છે બંને.."અર્જુન રીંકુ અને આરવનાં વખાણ કરતાં બોલ્યો.

રીંકુ અને આરવનાં જતાં જ જાનકી એ પોતાની અધૂરી મુકેલી વિતક ને પુનઃ કહેવાનું શરૂ કર્યું..!

★★★★★★★

વધુ આવતાં અંકે.

પ્રભાત અને જાનકી વચ્ચેનું રિલેશન કઈ હદ સુધી આગળ વધ્યું હતું...??એ ફોટો સાચાં હતાં કે બનાવટી..??જાનકી એ પ્રભાતની હત્યા કરી હશે કે કેમ..??જો મંગાજીએ પણ પ્રભાતને ઝેર નહોતું આપ્યું તો આખરે પ્રભાતને ઝેર આપનાર કોણ હતું ..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)