મન્ના ડે - બાયોગ્રાફી

  • 7.3k
  • 2k

મન્નાડેનો જન્મ કોલકાત્તામાં ૧ મે, ૧૯૧૯માં મહામાયા અને પૂરનચંદ્ર ડેને ત્યાં થયો હતો. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ ઈન્દુ બાબુર પાઠશાલાથી પૂર્ણ કર્યા બાદ ર્સ્કોરિશ ચર્ચ કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજ કાળ દરમ્યાન કુશ્તી અને મુક્કાબાજી જેવી સ્પર્ધામાં ખૂબ ભાગ લીધો હતો. તેમના પિતા તેઓને વકીલ બનાવવા માંગતા હતા. કુશ્તીની સાથે ફૂટબોલનો પણ જબરો શોખ હતો. સંગીત ક્ષેત્રમાં આવતા પહેલાં આ વાતને લઈને લાંબા સમય સુધી દુવિધામાં રહ્યા કે તે વકીલ બને કે ગાયક. આખરે પોતાના કાકા કૃષ્ણચંદ્ર ડેથી પ્રભાવિત થઈને તેમણે નક્કી કર્યુ કે તે ગાયક જ બનશે.