અકસ્માત.

(97)
  • 3k
  • 6
  • 1.3k

અકસ્માત આજે સુરભીને સપરિવાર એના ભાઈના દીકરાની જન્મદિનની પાર્ટીમાં જવાનું હતું. એને એની ભાભીએ વહેલા આવી જવાનું કહેલું જેથી એ કંઇક મદદ કરાવી શકે....“ હલ્લો...પરાગ ! આજે અડધી રજા લઈને ઘરે આવી જવાનું છે, યાદ છેને ? જોજો કામમાં ને કામમાં ભૂલી ન જતા !” સુરભીએ સાંજની પાર્ટીના ઉત્સાહમાં કહ્યું.“ અરે યાર ! આજે મારે બહું કામ છે ! હમણાં ફોરેનથી એક ગેસ્ટ આવવાના છે એમને મારે સાચવવાના છે !” પરાગે એની ઘડિયાળ સામે નજર કરતા કહ્યું.“ તમારું તો દરેક વખતે આજ બહાનું હોય છે....સાંજે ચિંટુંની પાર્ટીમાં જવાનું છે.” સુરભી એ વચલો રસ્તો કાઢ્યો,