નો રીટર્ન-૨ ભાગ-૭૩

(306)
  • 6.8k
  • 13
  • 4.4k

નો રીટર્ન-૨ ભાગ-૭૩ જોશ થંભ્યો એ સાથે જ તેનાં માથાનાં પાછળનાં ભાગે કોઇ વજનદાર ચીજ આવીને અથડાઇ. જોશનાં ગળામાંથી ચીખ ફાટી પડી. કોઇ બોટડ પદાર્થ તેનાં માથામાં વાગ્યો હતો અને તેને તમ્મર આવી ગયાં હતાં. અનાયાસે જ તેનો હાથ પાછળ ગયો અને તેની આંગળીનાં ટેરવે કશુંક ભીનું અનુભવાયું. ચોક્કસ એ તેનું લોહી હતું. એ બટકો જોશ હજું કંઇ સમજે એ પહેલાં તે હવામાં ઉચકાયો અને પછી કોઇનાં ખભે લટકી પડયો. એક ઉંચા પાતળા આદીવાસીએ જોડને ઉંચકયો હતો અને પોતાની સાથે લઇ જવાં ખભા ઉપર નાંખ્યો હતો. એવું કરવામાં જોશનાં માથીમાંથી વહેતું લોહીનાં થોડો છાંટા કાર્લોસનાં ચહેરા ઉપર પણ ઉડયાં