સંધ્યા સુરજ - પ્રકરણ - 17

(156)
  • 4.7k
  • 6
  • 2.6k

“સંધ્યા...” ગાર્ડન પહોચતા જ રાઘવે કહ્યું. મને એના અવાજમાં કોઈ અલગ જ ભાવ દેખાઈ રહ્યા હતા. મને એની આંખમાં ડરના ભાવ દેખાઈ રહ્યા હતા. હું સમજી ગઈ કે એ શું કહેવા મને ત્યાં લાવ્યો હતો. તે મને બધા સામે પ્રપોઝ કરવા માંગતો હતો. એની શું જરૂર હતી? મને કંટાળો આવ્યો પણ પછી થયું કે તેના માટે તો એ બધું જરૂરી જ હતું ને અમારા વચ્ચે દોસ્તી બહુ વધી ગઈ હતી. અમે એકબીજાની મસ્તી મજાક કરતા પણ એણે હજુ સુધી મને પ્રપોઝ નહોતું કર્યું. આમ અમારા વચ્ચે ફિલ્મ જોવા જવું અને વધુ પડતું હળી મળી જવું એ બધું થયા