પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 7

(31)
  • 4.2k
  • 6
  • 1.7k

પંક્તિ હૃદયનાથની અયોધ્યામાં ભારે બોલબાલા હતી. ખાસ શ્રીમંત નહીં. પણ ખાધેપીધે સુધી ખરા મકાનના ભાડામાંથી નિર્વાહ કરતા હતા એ. એ આમ તો ભણેલા ગણેલા વિચારશીલ માણસ હતા. દુનિયાનો સારો એવો અનુભવ હતો એમને, પણ એમનામાં ક્રિયાશીલતાનો અભાવ હતો. સમાજ એમની નજરોમાં એક ભયંકર ભૂત હતું. એ એનાથી ડરતા હતા હંમેશાં. એમની પત્ની જોગેશ્વરી એમનું જ પ્રતિબિંબ હતી. પતિનો વિચાર એ જ એનો વિચાર, પતિની ઇચ્છા એ જ એની ઇચ્છા.