નો રીટર્ન-૨ ભાગ-૭૫

(321)
  • 6.4k
  • 16
  • 4.6k

નો રીટર્ન-૨ ભાગ-૭૫ મારા અંગે- અંગમાં ક્રોધ વ્યાપ્યો. મારૂં ચાલ્યું હોત તો હું અનેરી પાસે દોડી ગયો હોત, પરંતુ અત્યારે એ આત્મધાતી પગલું સાબીત થયું હોત. આદીવાસીઓનું એક ટોળું સૂતું જરૂર હતું પરંતુ બીજા કેટલાક માણસો ચોકસાઇથી પહેરો ભરી રહ્યાં હતાં. કદાચ તેમને પણ અમારો ડર લાગતો હશે કારણકે અમારી પાસે બંદૂકો હતી અને એ બંદૂકોએ ટીલા નજીક જે કહેર વર્તાવ્યો હતો એ તેઓ ભૂલ્યાં નહી હોય. એટલે ભારે ચૂપકીદી અને ચોકસાઇથી અમે સહેજ પણ અવાજ ન થાય એ રીતે આગળ વધ્યાં. સમય બહું ઝડપથી વીતી રહયો હતો. સવાર પડવામાં જ હતી એટલે અમારે ઉતાવળ પણ કરવી પડે