ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 2

(251)
  • 9.6k
  • 35
  • 5.7k

ચાંચિયા અહીં રોકાવા માગતા હતા. એમાં કોઈ શંકા ન હતી. સવારે હોડીમાં બેસીને માણસો અહીં આવશે એ સ્પષ્ટ હતું. પણ જો તેઓ અંદરના ભાગમાં ન આવે તો, માણસોની વસ્તી વિશે એમને કંઈ જાણ ન થાય. તેમનો ઈરાદો મર્સી નદીમાંથી મીઠું પાણી ભરી લેવાનો હોય. પણ તેઓ આગળ જાય તો પુલ, વગેરે ઉપરથી માણસો અહીં રહે છે એ વાતનો ખ્યાલ આવ્યા વિના ન રહે. પણ કાળો વાવટો શા માટે ફરકાવ્યો? તોપનો ધડકો શા માટે કર્યો? ચાંચિયાઓએ બહાદુરીના પ્રદર્શન માટે એ કર્યું હોય! વહાણ તોપોથી સજ્જ હતું. એ તોપોની સામે હાર્ડિંગ અને તેના સાથીઓ પાસે શું હતું? માત્ર થોડી બંદૂકો.