પારકી પરણેતર..! અવિનાશ એનું નામ! પણ જાણે એ વિના થવા સર્જાયો હોય એમ વિટંબણાઓ એનો પીછો નહોતી છોડતી. જ્યારથી એણે જવાનીની ઉંબરે પગ મૂક્યો હતો ત્યારથી એની પનોતી બેઠી હતી જાણે! એક તરફ ભવિષ્યની ચિંતા હતી, બીજી તરફ ઘરની ડામાડોળ આર્થિક પરિસ્થિતિ હતી અને ત્રીજી તરફ પરિવારની તથા પોતાની મૂલ્યવાળા આબરૂ હતી. અને ચોથો સંસારનો પવિત્ર મનાતો પ્રેમ હતો. આમાંથી કયાં રસ્તા તરફ પ્રયાણ આદરવુ? એ ચિંતા એને ભમરીની માફક ફોલી ખાતી હતી. બધું તો ઠીક છે કિંતુ યુવાનીમાં જો કોઈનો લાગણી ભર્યો - સ્પર્શભીનો મધુરો