રૂહ સાથે ઈશ્ક રિટર્ન - 6

(548)
  • 6.9k
  • 25
  • 3.6k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 6 બીજાં દિવસે પણ કબીર થોડો મોડો જ ઉઠ્યો..કબીરની આંખ ખુલી ત્યાં સુધીમાં જીવાકાકા આવી ગયાં હતાં અને કબીરનાં કપડાં ધોવા માટે લઈ ગયાં હતાં.ગઈકાલ રાતે એક યુવતીને વુડહાઉસની પાછળ ઘૂમતી જોઈ હતી એ વાત જીવાકાકાને કરવાનું કબીરે વિચાર્યું પણ થોડીવારમાં જ એને એમ થયું કે આ કંઈ મોટી વાત નથી એટલે કબીરે એ વિષયમાં ચૂપ રહેવું જ ઉચિત સમજ્યું. પોતાનાં રૂમમાંથી નીકળી કબીર નીચે આવ્યો એટલે જીવાકાકા એ ચા-નાસ્તો આપ્યો..ચા-નાસ્તો કરી કબીર પુનઃ પોતાનાં રૂમમાં આવી સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કરી નીચે આવ્યો. "કાકા,તમે કહ્યું હતું કે ઠાકુર સાહેબ આજે આવવાનાં હતાં..