મહેક ભાગ - ૧૩

(63)
  • 2.6k
  • 5
  • 1.3k

 મહેક ભાગ-૧૩અત્યારે કેમ્પમાં ઘણા ગેસ્ટ નજર આવી રહ્યા હતા.અહીં રહેવા માટે ટેંટ અને રૂમ બન્નેની સગવડ હતી. થોડી દુર સફરજનના ઝાડ હતા. જેમાં ફુલ આવી ગયા હતા. મહેક ચા પીતા કેમ્પનું નિરીક્ષણ કરી રહી હતી..ધીરે-ધીરે મહેકના ફ્રેન્ડસ કેન્ટીનમાં આવવા લાગ્યા, મહેકથી દુર બેસી વાતો કરતા ચા-નાસ્તો કરી રહ્યા હતા. મહકે ચાને ન્યાય આપી પોતાના રૂમમાં ચાલી ગઇ. મમ્મી સાથે ફોન પર વાત કરી થોડો સમય આરામ કરવાના ઈરાદે બેડ પર લંબાવ્યું...મોબાઇલની રિંગના અવાજથી મહેક જાગી ગઈ. મોબાઈલમાં જોયું તો પ્રભાતનો કોલ હતો.. કોલ લેતા મહેકે 'હલ્લો' કહ્યું... સામેથી પ્રભાતનો આવાજ સંભળાયો.... "મોબાઈલ મુકી ક્યાં ચાલી ગઇ હતી. ક્યારનો ફોન કરું