નિયતિ ૨

(126)
  • 5k
  • 4
  • 3k

પ્રકરણ ૨ જે કંપનીએ ક્રિષ્નાને અહિં ટ્રેઇનિંગ માટે બોલાવેલી એણે બીજી ચાર છોકરીઓને પણ ક્રિષ્નાની સાથે બોલાવી હતી. એ બધાને રહેવા માટે એક ઇમારતમાં એક એક રુમ અલગથી ફાળવેલી હતી. ક્રિષ્નાની સાથેની બાકીની બધી છોકરીઓ દક્ષિણ ભારતની (સાઉથ ઇન્ડિયન) હતી. ક્રિષ્નાને એ લોકોની સાથે અંગ્રેજીમાં જ વાત કર​વી પડતી. એ લોકો હંમેશા એમની માત્રુભાષામાં જ વાત કરતા, ક્રિષ્નાને એમાં એક અક્ષરેય સમજાતો નહિં. એની બાજુની રુમમાં રહેતી છોકરી, આસ્થાને થોડું થોડું હિન્દી આવડતું હતું અને એ સ્વભાવની પણ સારી હતી, ક્રિષ્ના ફક્ત એની સાથે થોડી વાતો કરી શકતી.બેંગલોર આવ્યાને આજે સાત દિવસ થ​ઈ ગયા હતા. આગળના ત્રણ દિવસતો મમ્મી-પપ્પા સાથે સરળતાથી