પ્રેમચંદજીની શ્રેષ્ઠ વાર્તાઓ - 11

(22)
  • 4k
  • 6
  • 1.5k

આખા નગરમાં શ્રીમાન યશોદાનંદની વાહ વાહ થઇ રહી હતી. એમની કીર્તિ ચોમેર ફેલાયેલી હતી. છાપાંઓમાં એમની આલોચના થતી મિત્રોના પ્રશસ્તિપત્રોનો તો કોઇ પાર ન હતો. ઠેરઠેર ચર્ચા થતી હતી આને સમાજસેવા કહેવાય! ઊંચા વિચારો ધરાવનાર વ્યક્તિનાં કાર્યો આવાં જ હોય છે! શ્રીમાને શિક્ષિત સમાજનું મસ્તક ઉન્નત કરી દીધું હતું. હવે કોઇ કેહશે કે આપણા નેતાઓ માત્ર વાતોનાં વડાં કરવામાં જ પાવરધા છે, કામ કરવામાં નહીં? એમણે ધાર્યું હોત તો એમના દીકરા માટે લગ્નના દહેજમાં ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા મેળવી શક્યા હતો.