સફરમાં મળેલ હમસફર ભાગ-20

(191)
  • 4.2k
  • 12
  • 2k

સફરમાં મળેલ હમસફર ભાગ-20મેર મેહુલ“આ સંદિપની બહેન સુધાતા,નામ જૂનું છે એટલે બધા સેજુ કહે છે.”સેજુનો પરિચય આપતાં જે.ડી.એ કહ્યું.     રુદ્રની હસી છૂટી ગઈ.“કેમ હસે છે?જૂનું નામ બદલી નાખ્યું ને,તારા જેમ એનું એ જ નથી રાખ્યુંને?”“રુદ્ર તો સમજ્યા પણ સુધાતા..?..હાહાહા”રુદ્ર મોટેથી હસવા લાગ્યો.રુદ્રની બૅગ લઈ મોઢું બગાડતી અને  પગ પછાડતી સેજુ મહેમાનોના રૂમ તરફ ચાલી ગઈ.“તું ઓળખે છે આને?”જે.ડીએ પૂછ્યું.“શુભમના રિઝર્વેશનની જગ્યાએ આ આવીને બેઠી હતી,સિહોર આવતા સુધી મારું લોહી પી ગઈ.”“એ તો છે જ બોલકી,તું હાથ-મોં ધોઈ લે વાળુ તૈયાર છે”જે.ડી.એ રૂમમાં પ્રવેશતા કહ્યું.“વાળુ?”રુદ્રએ પૂછ્યું.“હાહાહા,વાળુ એટલે ડિનર,હજી તો તને ઘણાબધાં નવા શબ્દો જાણવા મળશે”કહેતાં જે.ડી.એ રુદ્રને ટૉવેલ આપ્યો.     રુદ્ર