સંધ્યા સૂરજ - પ્રકરણ - 22

(157)
  • 4k
  • 4
  • 2.2k

મારે વધુ રાહ જોવી ન પડી. એકાદ મિનીટમાં જ બીલી અને તેનો મિત્ર એ રૂમમાં દાખલ થયા. બેમાંથી એક વ્યક્તિ થોડોક વધુ ખડતલ હતો જ્યારે બીજો પાતળો પણ બિહામણો અને કાળા લેધરના જેકેટમાં સજ્જ હતો. એ બેમાંથી કોનું નામ બીલી હતું અને બીજાનું નામ શું હતું એ હું જાણતી ન હતી પણ મારે એ જાણવાની જરૂર ન હતી. ક્લીન સેવવાળો એક માણસ જેણે બ્લેક જેકેટ પહેર્યું હતું એ કદાચ મારા નજીક પહોંચી જાય તો પણ મને વાંધો ન હતો. એને હું છુટ્ટા હાથની લડાઈમાં પણ માત કરી શકું એમ હતી. પણ બીજો લાંબા વાળવાળો માણસ જેના મોઢામાં સિગારેટ